March 05, 2019

Vermicompost અળસિયાનુ ખાતર, બનાવવાની પધ્ધતિ અને ફાયદા


Vermicompost અળસિયાનુ ખાતર

આ ખાતર પોષણ પ્રદાર્થોથી ભરપુર એક ઉત્તમ જૈવિક ખાતર છે, જે અળસિયા અને અન્ય જંતુઓ દ્વારા વનસ્પતિઓના કચરા, ભોજનના કચરા વગેરેને વિઘટીટ (Decomposition) કરીને બનાવવામાં આવે છે. Vermicompost  (અળસિયાનુ ખાતર) દુર્ગંધ રહિત હોય છે, અને તેનાથી માખી અને મચ્છરનો ઉપદ્રવ વઘતો નથી, વાતાવરણ પ્રદુષિત થતુ નથી.
Vermicompost  અળસિયાનુ ખાતર, બનાવવાની પધ્ધતિ અને ફાયદા


Vermicompost  અળસિયાનુ ખાતર બનાવવાની પધ્ધતિ

સૌપ્રથમ જમીનની ઉપર ૧૦૦ ચોરસ ફુટ જેટલો નર્સરી બેડ તૈયાર કરવામાં આવે છે, બેડને લાકડીની મદદથી હલકા હાથે ટીપી સમતલ અને મજબુત બનાવવામાં આવે છે.

આ નર્સરી બેડ ઉપર ૩-૫ ઇંચ રેતી અથવા કપચીનો થર પાથરી દેવામાં આવે છે.

ત્યાર બાદ ૬ ઇંચ જેટલો જાડો ચીકણી માટીનો એક થર બનાવવામાં આવે છે. ચીકણી માટીની જગ્યા પર કાળી માટીમાં પથ્થરનો પાવડર મિક્ષ કરવો.

આની ઉપર સહેલાઇથી કોહવાઇ શકે એવા સેંદ્રિય પ્રદાર્થ જેવાકે નાળિયેરના છોતરાં, શેરડીના પાન કે પતારી, જૂવારના પાન અને ડાળી વગેરેની પરત બનાવવી.

છાંણનો ૩-૫ ઇંચ થર બનાવવો અને અળસિયા નાંખવા.

ત્યાર બાદ પાંદડા, કચરો વગેરેનો ૮-૧૦ ઇંચ થર પથરવો અને તાડપત્રી કે કંતાનથી ઢાંકી દેવું.

જરૂરીયાત પ્રમાણે તાડપત્રી કે કંતાન ઉપર રોજેરોજ પાણી છાંટવું જેનાથી પુરતો ભેજ બની રહે, ધ્યાન રહે, અધિક ભેજથી હવાની અવર જવર અટકી જાય અળસિયા અને અન્ય સુક્ષ્મ જીવો યોગ્ય કાર્ય ન કરી શકે અથવા મરી શકે છે.

નર્સરી બેડનું તાપમાન ૨૫ થી ૩૦ ડિગ્રી સેં. હોવું જરૂરી છે.

બેડમાં રહેલું ખાતર કડક થઈ જાય તો એને થોડા થોડા સમયે તોડતુ રહેવું અને અઠવાડિયામાં એક વાર નર્સરી બેડનો કચરો પલટાવી દેવો.

૩૦ દિવસ બાદ નાના નાના અળસિયા દેખવાની શરૂઆત થઈ જશે.

૩૧માં દિવસે આ બેડ પર સુકો કચરો, લીલો કચરો કે અન્ય ભોજન કચરો નાંખી ૨-૩ ઇંચ પરત બનાવી એની ઉપર હલકું પાણી છાંટી એને નમ કરો.

એના પછી અઠવાડિયામાં બે વાર કચરાના થર ઉપર બીજો થર પાથરો અને પાણીનો છંટકાવ કરવો.
૩ થી ૪ કચરના થર બનાવ્યા પછી એને પલટાવી દેવું અને ભેજ જાળવી રાખવો.

૪૨ દિવસ પછી પાણીનો છંટકાવ બંધ કરવો.

આ પધ્ધતિમાથી દોઢ મહિનામાં ખાતર તૈયાર થઈ જાય છે, આ ખાતર, ચા ના પાવડર જેવું દેખાય છે તથા માટી જેવી ગંધ આવે છે.

ખાતર તૈયાર થઈ જાય પછી ખાતરના નાના નાના ઢગલા કરી દેવા જેથી અળસિયા ખાતરના નિચલા ભાગમાં રહી જાય.

ખાતર હાથ વડે જ અલગ કરવું, કોદળી, પાવડો કે ખુરપીનો ઉપયોગ ના કરવો.

અળસિયની સંખ્યા વધી ગઈ હોઇ તો અડધા અળસિયાથી પુન: એજ પ્રક્રિયા કરવી અને બાકીના અળસિયાથી નવો નર્સરી બેડ તૈયાર કરવો. આ પ્રકારે ૫૦ થી ૬૦ દિવસ પછી અળસિયાની સંખ્યા અનુસાર એક બે નવા બેડ બનાવી શકાય, અને વધુ માત્રામાં ખાતર મેળવી શકાય છે.

નર્સરી બેડને વધુ તાપ અને વરસાદથી બચાવવા ઘાસનો કે અન્ય શેડ બનાવવો જરૂરી છે.

Vermicompost  અળસિયાનુ ખાતર, બનાવવાની પધ્ધતિ અને ફાયદા

  Vermicompost અળસિયાનુ ખાતરના ફાયદા


  • અળસિયાના ખાતરથી  જામીનની ગુણવત્તામાં સુધાર આવે છે.
  • જમીનની અંદર અ‍ળસિયા અને સુક્ષ્મ જીવો સક્રિય રહે છે.
  • આ ખાતર દુર્ગંધ રહિત હોવાથી વાતાવરણ સ્વસ્થ રહે છે.
  • ૧૦૦ ચો. ફુટના નર્સરી બેડમાં ૧ ટન ખાતર પ્રાપ્ત થાય છે.
  • મત્ર ૨ ટન ખાતર એક હેક્ટર જમીન માટે પુરતું છે.
  • સિંચાઈ અંતરાલમાં વૃધ્ધિ થાય છે.
  • કચરાનો ઉપયોગ ખાતર બનાવવા માટે થતો હોવાથી બિમારીઓ ઓછી થાય છે.

Vermicompost  અળસિયાનુ ખાતર, બનાવવાની પધ્ધતિ અને ફાયદા

Vermicompost અળસિયાનુ ખાતર બનાવવા તથા વપરાશ માટેની સાવધાનીઓ

ખાતર બનાવવા માટે કચરામાંથી કાંચ, પથ્થર, કે કોઇ ધાતુના ટુકડા અલગ કરવા જરૂરી છે.
આ ખાતર જમીનમાં નાખ્યા પછી રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ કરવો નહિ.
અળસિયાને નિયમીત સારા પ્રકારનો સેંદ્રિય પ્રદાર્થ આપવો જરૂરી છે.
અળસિયા કાર્યશીલ રહે તે માટે જમીનમાં ભેજ રખવો.

આજનું આર્ટીકલ ( Vermicompost  અળસિયાનુ ખાતર, બનાવવાની પધ્ધતિ અને ફાયદા ) માંથી આપને યોગ્ય માહિતી મળી છે તો please આર્ટીકલને share કરો અને દરેક ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડો, આપની કોઇ સલાહ કે સમસ્યા હોઇ તો આર્ટીકલની નિચે Post a comment બોક્ષમાં જઈ comment કરો.
                                                                                                                                    - THANK YOU

February 26, 2019

Methods of Animal Manure | છાણિયું ખાતર બનાવવાની પધ્ધતિઓ

ભારતમાં Animal Manure અથવા છાણિયું ખાતર બનાવવાની બે પધ્ધતિઓ પ્રચલિત છે.

છાણીયા ખાતરને ઉત્તમ ગણવામાં આવે છે, કે જેમાંથી નાઇટ્રોજન (Nitrogen) 5 kg,  ફોસ્ફરસ (Phosphorus) 2 kg, અને પોટેશિયમ(Potassium) 5 kg,  કેલ્શિયમ (Calcium) 10 kg, મેગ્નેશિયમ (Magnesium) 3.5 kg, ગંધક (Sulfur) 7 kg, વગેરે જેવા પાયાના પોષક તત્વો એક ટન ખાતરમાંથી મળી રહે છે.

  • ગરમ પધ્ધતિ 
  • ઠંડી પધ્ધતિ
Methods of Animal Manure | છાણિયું ખાતર બનાવવાની પધ્ધતિઓ

ગરમ પધ્ધતિ

આ પ્રકારે ખાતર બનાવવાની પધ્ધતિમાં સૌપ્રથમ જમીન પર છાણની એક પાતળી પરત કે થર બનાવવામાં આવે છે, હવાની ઉપસ્થિતીમાં રાસાયણિક પરિવર્તન થાય છે જેનાથી તાપમાન ૬૦ ડિગ્રી સેં. સુધી પહોચી જાય છે.
આ પરત કે થર ઉપર સુકુ ઘાસ, લીલું ઘાસ, પાંદડા, કચરો, નિંદામણ ઇત્યાદી પાથરી દેવામાં આવે છે, અને પાછી છાણની એક પરત પાથરી દેવામાં આવે છે. અને તાપમાન વધવા દેવામાં આવે છે.
આ પ્રકારે થરને દસ કે વીસ ફુટ સુધી ઉંચો બનાવી કેટલાક મહિનાઓ સુધી આ અવસ્થામાં સડવા દેવામાં આવે છે. અને ચોક્કસ સમયના અંતે ખાતર તૈયાર થઇ જાય છે.
આ રીતે ખાતર બનાવવાનો વિશેષ લાભ આ છે કે તાપમાન વધવાથી કચરો, ઘાસ, નિંદામણ અને તેની અંદર રહેલા હાનિકારક બિયારણો નષ્ટ થઈ જાય છે, અને ખેતરમાં કોઇ વધારાનુ બિયારણ કે નિંદામણ ઉગતુ નથી.
પ્રત્યેક પશુ દ્વારા આ પ્રકારે વરસે ૫ થી ૬ ટન ખાતર બની શકે છે.

Methods of Animal Manure | છાણિયું ખાતર બનાવવાની પધ્ધતિઓ

ઠંડી પધ્ધતિ 

આ પધ્ધતિમાં ખાતર બનાવવા માટે એક ચોક્કસ માપનો ખાડો ખોદવામાં આવે છે કે જેનુ માપ આ પ્રમાણે છે, ૧૫-૨૫ ફુટ લાંબો, ૫-૬ ફુટ પહોળો અને ૫-૧૦ ફુટ ઉંડો.
આ ખાડાની અંદર સૌપ્રથમ વધારે પ્રમાણમાં છાણ ભરવામાં આવે છે અને એની ઉપર કચરો ઇત્યાદી નાંખી પાછું છાણ ભરી દેવામાં આવે છે.
છાણ ભરતી વખતે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે કોઇ ખાલી જગ્યા રહી ના જાય.
ખાડાનો ઉપરનો ભાગ ઘુંમટ આકારે બનાવી લેવામાં આવે છે, અને છાણથી જ લીપી લેવામાં આવે છે, જેનાથી ચોમાસામાં વરસાદનું પાણી ખાડની અંદર ના ઘુસી શકે.
ત્યાર પછી લગભગ ત્રણ મહિના સુધી ખાડમાં ખાતરને સડવા કે કોહવા દેવામાં આવે છે. આ પધ્ધતિમાં ખાડાનું તાપમાન ૩૪ થી ૩૬ ડિગ્રી સેં. થી ઉપર જઇ નથી શકતુ કારણ કે રાસાયણિક પ્રક્રિયા હવાના અભાવથી સીમિત રહી જાય છે.
આ પધ્ધતિમાં નાઇટ્રોજન યુક્ત પ્રદાર્થ ખાતરમાંથી બહાર નિકળી શકતા નથી.

Methods of Animal Manure | છાણિયું ખાતર બનાવવાની પધ્ધતિઓ

ખેડૂત મિત્રો આજનુ આર્ટીકલ "Methods of Animal Manure | છાણિયું ખાતર બનાવવાની પધ્ધતિઓ"     કેવું લાગ્યું please comment  કરો અને share કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સુધી આ માહિતી પહોંચાડો.
                                                                                                                   
                                                                                                                - Thank You       

February 21, 2019

Green Manure એટલે કે લીલો પડવાશ, લીલું ખાતર

Green Manure એટલે કે લીલો પડવાશ, લીલું ખાતર શું છે, તેને ઉગાડવાની પધ્ધતિ અને ફાયદા વિશે આજે માહિતી મેળવીશું. 

ભારત ખેતી પ્રધાન દેશ છે, દેશમાં ખેતી ને પોતાની આજીવીકા બનાવનાર નાના-મોટા ખેડૂતો છે,  પરંતુ નાના ખેડૂતો માટે છાણિયું ખાતર કે Organic fertilizer , Bio fertilizer ખરીદવું મુશ્કેલ બની જાય છે, તો તેમના માટે આ લીલું ખાતર આશિર્વાદ રૂપ છે.
Green Manure, લીલો પડવાશ, લીલું ખાતર


લીલું ખાતર, લીલો પડવાશ એટલે એક સહાયક પાક છે, જેનો ઉપયોગ મુખ્યત્વે જમીનમાં પોષક તત્વો મેળવવા થાય છે, દાખલા તરીકે, શણ કે શણબું (Crotalaria juncea , sunn hemp), ઢીંઢણ (Sesbania bispinosa), મગ, અડદ, ગુવાર, વગેરે નો પાક કરવામાં આવે છે.

આવા પાકો ઓછા સમયમાં વધુ વૃધ્ધિ પામે છે, તેમના પાંદડા વધુ સંખ્યામાં હોય અને વજનદાર હોય છે, આ પાકોને ઓછા પાણી અને નહિવત ખાતરની જરૂર હોય છે, જેનાથી ઓછા ખર્ચમાં વધુ કાર્બનિક પ્રદાર્થ મેળવી શકાય અને તેમના મુળમાં છોડ માટે અત્યંત જરૂરી એવા નાઇટ્રોજન ને વાતાવરણમાંથી જમીનમાં સ્થિર કરવા વાળા જીવાણુ મળી આવે છે.

Green Manure  એટલે કે લીલો પડવાશ, લીલું ખાતરની (ઉપરોક્ત પાકો ઉગાડવાની) પધ્ધતિ


આવા પાકોના બીજ ભેજ વાળી જમીનમાં વાવવામાં આવે છે, અથવા ભેજ ના હોય તો બીજને હલકું પ્રમણ સર પાણી આપવામાં આવે છે, પાક ઉગ્યા પછી ૪૫ થી ૬૦ દિવસ દરમ્યાન રોટાવેટર કે અન્ય જમીન‌-પલટ યંત્ર દ્વારા પાકનો ભુકો કરી જમીનમાં ૬ થી ૧૦ ઇંચની ઉંડાઇ સુધી પલટાવી દેવામાં આવે છે, પલટાવેલી જમીનમાંથી તુરંત કર્બનિક પ્રદાર્થ મળતા નથી પરંતુ એને સડવા દેવામાં આવે છે, અને પાકને વધુ સમય બાદ પલટાવવામાં આવે તો પાકમાં રેશા વધારે થઇ જવાથી સડવા કે કોહવામાં વધારે સમય લાગી જાય છે.

જમાનમાં પલટાવેલા પાકને સડાવવા કે કોહવા માટે ખેતરમાં પાણી ભરવામાં આવે છે અને એ સડી ગયા પછી લીલો પડવાશ કે લીલું ખાતર તૈયાર થઇ જાય છે.

Green Manure  એટલે કે લીલો પડવાશ, લીલું ખાતરના કાયદા

  • લીલો પડવાશના ઉપયોગથી જમીનમાં વાયુ-સંચાર, જલધારણ ક્ષમતા વધે છે, માટી પોચી અને ગગરી બને છે.
  • જમીનમાં સુક્ષ્મ જીવોની સંખ્યા અને સુક્ષ્મ જીવોની કર્યક્ષમતા વધે છે, તથા જમીનની ઉત્પાદન શક્તિમાં વૃધ્ધિ થાય છે.
  • લીલો પડવાશ માત્ર નાઇટ્રોજન અને કાર્બનિક પ્રદર્થોનુ સાધન નથી, પરંતુ જમીનમાં કેટલાય અન્ય આવશ્યક પોષક તત્વો ભરપુર માત્રામાં મળી આવે છે.
  • જમીનમાં માટીજન્ય રોગોમાં ઘટાડો થાય તથા રસાયણિક ખાતરનો ખર્ચ બચે છે.
  • લીલો પડવશ કે લીલું ખાતર ઓછા પાણી અને ઓછા પાક સંરક્ષણ હેઠળ તૈયાર થઇ જાય છે.
  • થોડા સમયમાં વધુ માત્રામાં વાયુમંડલીય નાઇટ્રોજનનુ જમીનમાં સ્થિતિકરણ કરે છે. 
  • લીલો પડવાશ પછી જમીનમાં અનાજની વાવણી અત્યંત લાભદાયી રહે છે.


ખેડૂત મિત્રો આજનું આર્ટીકલ ("Green Manure એટલે કે લીલો પડવાશ, લીલું ખાતર")    please share કરો અને તમારા મનમાં કોઇ પ્રશ્ન હોઇ તો comment કરો તમારા પ્રશ્નનું નિરાકરણ કરવા માટે આર્ટીકલ લખવામાં આવશે.

February 16, 2019

Necessary Nutrients For Plants

ખેડૂત મિત્રો, આજે આપણે Necessary Nutrients For Plants એટલે કે છોડ માટે જરૂરી પોષક તત્વો, Macronutrients and Micro-nutrients. મુખ્ય પોષક તત્વો અને સુક્ષ્મ પોષક તત્વો કયા કયા છે, અને તેની ઉણપથી છોડ કે પાક પર શું અસર થાય છે તે વિશે માહિતી મેળવીશું.

Necessary Nutrients For Plants

Macronutrients (મુખ્ય પોષક તત્વો)

હવા અને પાણીમાંથી મળતા પોષક તત્વો

  • ઓક્સિજન  (O)
  • હાઇડ્રોજન   (H)
  • કાર્બન        (C)
પ્રાથમિક પોષક તત્વો

  • નાઇટ્રોજન  (N)
  • ફોસ્ફરસ      (P)
  • પોટેશિયમ  (K)

દ્વિતિય અને તૃતિય પોષક તત્વો

  • સલ્ફર          (S)
  • મેગ્નેશિયમ (Mg)
  • કેલ્શિયમ    (Ca)

 Micro-nutrients (સુક્ષ્મ પોષક તત્વો)

  • આયર્ન- લોહતત્વ  (Fe)
  • કોપર- તાંબુ           (Cu)
  • ઝીંક- ગંધક            (Zn)
  • બોરોન                    (B)
  • મેંગેનીઝ               (Mn)
  • ક્લોરીન                (Cl)
Necessary Nutrients For Plants

મુખ્ય પોષક તત્વો અને સુક્ષ્મ પોષક તત્વોની ઉણપથી છોડ કે પાક પર થતી અસરો

નાઇટ્રોજન :  છોડની વૃધ્ધિ અટકે અને પાન પીળા પડે છે.

ફોસ્ફરસ :    પાંદડાનો આકાર બદલાઇ છે, પાંદડા લાલ અથવા ભુખરા રંગના થઇ જાય છે.

પોટેશિયમ :  છોડના મુળ નબળા પડે, પાંદડાની કિનારી ભુખરા રંગની બને છે.

સલ્ફર :    નવા પાંદડા શરૂઆતથી જ પીળા પડી જાય છે.

મેગ્નેશિયમ :  છોડના જુના પાંદડા એકાએક પીળા પડે અને તેની શરૂઆત પાનની ધારથી અંદરની
                   શીરાઓ શુધી પહોચે છે.

કેલ્શિયમ :  છોડની નવી ફુટેલી કુપળો સુકાઇને મરી જાઇ છે. અને પાંદડાની ટોચના ભાગે અસર
                 થાય છે.

આયર્ન :  શરૂઆતના પાન પીળા બને અને પાન સફેદ રંગના થઇ જાય છે અને પાનની શીરાઓ
              લલાશ પામે છે.

કોપર :  નવા પાન વાંકા વળીને ઉપરની તરફ સુકાઇ જાઇ છે, અને ડાળી પર બીજા નાના-નાના પાન
        ફુટી નીકળે છે.

ઝીંક :  છોડના પાંદડા વાંકાચુકાંં અને નાના થઇ જાય છે, છોડની ફુટ ઓછી થઇ જાય અને બે
        ગાંઠો વચ્ચેનું અંતર ઓછુ થઇ જાય છે.

બોરોન :  છોડની ડાળીઓની અગ્રકલિકા ખરી પડે છે, ફળ- ફુલ બેસતા નથી અને ફળ છોડ ઉપર
           જ ફાટી જાય છે.

મેંગેનીઝ : છોડની પાંદડાની શીરાઓ વચ્ચે કથ્થઇ ટપકાં પડે છે, ત્યારબાદ ભુખરા રંગના થઇ
           જાય છે.

છોડ માટે ઉપયોગી જરૂરી પોષક તત્વોમાં જેટલું પ્રાથમિક, દ્વિતિય કે તૃતિય પોષક તત્વોનું મહત્વ છે, તેટલું જ સુક્ષ્મ પોષક તત્વોનું મહત્વ છે,  સુક્ષ્મ પોષક તત્વોની થોડી ઉણપતા કે અધિકતા છોડના જીવનચક્રને અસર કરે છે, અને આ તત્વોની સમ્પુર્ણ માત્રા જાળવી છોડ કે પાકનું વધું ઉત્પદન મેળવી શકાય તથા છોડને અનેક રોગોથી સુરક્ષિત કરી શકાય છે. આંખે દેખાતા પોષક તત્વોની ઉણપના લક્ષણો પાકમાં નુકસાનની પરીસ્થિતી દર્શાવે છે, કેટલાક પાકોમાં લક્ષણો દેખાય તે પહેલા ઘણું બધું  નુકસાન થઇ ગયું હોય છે.


આજનું આર્ટીકલ  " Necessary Nutrients For Plants  " વધુ નેે વધુ sharer કરો અને દરેક ખેડૂત સુુુુધી આ માહિતી પહોંચાડો.                                                                                                               
                                                                                                                    - Thank you                                                               





February 11, 2019

Organic Fertilizer and It's Types and Advantages

આપણે આગળના બન્ને આર્ટીકલમાં જોયું કે Organic Farming, and Benefit of Organic Farming. આજે આપણે જોઇશું Organic Fertilizer  જૈવિક ખાતર, અને તેના પ્રકાર કે પધ્ધતિઓ તથા ફાયદા.
Organic Fertilize, benefit of organic farming

What is Organic Fertilizer ? (જૈવિક ખાતર શું છે?)

ખાતર એક પ્રકારનો જૈવિક પ્રદાર્થ હોય છે, જે વૃક્ષ, છોડ અને જનવરોના મળ-મુત્ર જેવા અવશેષોથી બનતા હોય છે, જેને બેક્ટેરીયા અને અન્ય સુક્ષ્મ જીવોની સહાયતાથી કેટલક ચોક્કસ સમય સુધી સડાવવામાં આવે છે, આ પ્રકારે પાન, ફળોની છાલ, કચરો વગેરે પશુના મળ-મુત્ર સાથે ભેળવી ખાતર બનાવવામાં આવે છે.
છોડ માટી, પાણી અને હવાથી પોષણ મેળવવા માટે જમીનમાં રહેલા પોષક તત્વો ખેંચે છે, આ જ કારણ સર આપણે દર વરસે જનીનમાં ખાતર નાંખીયે છીયે, કે જેનાથી છોડની વૃધ્ધિ ઝડપથી થાય છે અને સારી ગુણવત્તા વાળો પાક ઉપજે છે.

કેટલાક વરસોથી અમુક ખેડૂત મિત્રો રાસાયણિક ખાતર (Inorganic Fertilizer) મુક્ત ખેતી કરે છે, અને સારી ગુણવત્તા સભર ઉત્પાદન પ્રાપ્ત કરે છે, જે Organic Farming કે જૈવિક કૃષિ અંતર્ગત આવે છે, વધારાના ખાદ્ય પ્રદાર્થો કે કચરા માંથી બનતા આ ખાતરનો ખર્ચ લઘભઘ નહિવત છે.

Types of Organic Fertilizer  જૈવિક ખાતરની પ્રકાર-પધ્ધતિઓ


  • છાંણિયુ ખાતર
  • વર્મી કમ્પોસ્ડ ખાતર
  • નાડેપ પધ્ધતિનું ખાતર 
  • બાયોગેસ સ્લરી 
  • લીલું ખાતર 
  • ઇંદોર પિટ કમ્પોસ્ડ
  • જૈવ કલ્ચર
  • જીવામૃત  
  • મરઘાંનુ ખાતર વગેરે...
Organic Fertilize, benefit of organic fertilizer


Advantages of Organic Fertilizer  (જૈવિક ખાતરના ફાયદા)

  • જમીનમાં નાઇટ્રોજન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસફરસ, સલ્ફર, વગેરે જરૂરી પોષક તત્વોનું પ્રમાણ જાળવી રાખે છે.
  • જમીનને વધુ ફળદ્રુપ બનાવે છે.
  • નહિવત કે ઓછા ખર્ચમાં તૈયાર થાય છે.
  • પાણીનું બાષ્પિભવન અટ્કાવી જમીનમાં ભેજનું પ્રમણ વધારે છે.
  • કૃષકને મહત્તમ ઉપજ કે મબલખ ખાવાલાયક પાક મળે છે. 
  • છોડના મુળ જમીનમાં વધુ પ્રસરે જેથી માટીને ઢીલિ રાખે છે. 
  • જમીનની ખેડ કરવું સરળ બને છે.
ખેડૂત મિત્રો આજનું આર્ટીકલ  "Organic Fertilizer and It's Types and Advantages"  કેવુ લાગ્યુંં, તો જરૂરથી share અને comment કરો..                                                               
                                                                                                                    Thank you 

February 06, 2019

Benefits of Organic Farming

Today we are knowing about The Benefits of Organic Farming (જૈવિક ખેતીના ફાયદા)

ખેડૂત મિત્રો, આપણે આગળના આર્ટીકલમાં જોયું કે Organic Farming (જૈવિક ખેતી) શું છે. તો આજે આપણે જોઇશું કે The Benefit of Organic Farming જૈવિક ખેતીના કાયદા કયા કયા છે? અને આ પધ્ધતિથી ખેતી કરવાથી આપણને શું-શું લાભ થાય છે?
જૈવિક ખેતી કરવથી ત્રણ પ્રકારે ફાયદા કે લાભ થાય છે.

  • ખેડૂતોની દ્રષ્ટિએ લાભ 
  • જમીનની દ્રષ્ટિએ લાભ
  • પર્યાવરણની દ્રષ્ટિએ લાભ

ખેડૂતોની દ્રષ્ટિએ લાભ :

  • જનીનની ઉપજાવ શક્તિમાં વધરો થાય છે.
  • સિંચાઇ અંતરાલમાં વ્રુધ્ધી થાઇ છે.
  • રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ઓછા ઉપયોગથી મહત્તમ ખર્ચમાંથી મુક્તિ મળે છે.
  • પાકની ઉત્પાદક્તામાં વધારો થાઇ છે.
  • ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન, લાંબા ગાળા સુધી મેળવી શકાય છે.
  • પાકના ઉંચા ભાવો પ્રાપ્ત કરી શકાય છે.

જમીનનીદ્રષ્ટિએ લાભ : 

  • જૈવિક ખાતરના ઉપયોગથી જમીનની ગુણવત્તા તથા ફળદ્રુપતામાં વ્રુધ્ધિ થાય છે.
  • જમીનની જલ ધારણ ક્ષમતા વધે છે.
  • જમીનમાં રહેલું પાણીનુ બાષ્પીભવન અટકે છે.
  • જંતુનાશક દવાઓના નહિવત ઉપયોગથી જમીનને ફળદ્રુપ બનાવનાર અળસિયાનો આબાદ બચાવ થાય છે.

પર્યાવરણની દ્રષ્ટિએ લાભ :

  • જમીનની અંદર રહેલા પાણીના સ્તર ઉંચા આવે છે.
  • ખાદ્ય પ્રદાર્થો ઝેરીલા ના હોવથી માનવીય શરીર સ્વસ્થ રહે છે.
  • હવા, ભુમિ, તથા જળનુ પ્રદૂષણ અટકે છે.
  • કચરાનો ઉપયોગ ખાતર બનાવવામાં થતો હોવાથી અનેક બીમારીઓનુ પ્રમાણ ઘટી જાય છે.
  • આંતર રાષ્ટ્રિય બજારમાં જૈવિક ઉત્પાદીત વસ્તુની (શાકભાજીની) માંગ વધવા લાગી છે.
  • Global Warming (ગ્લોબલ વોર્મીંગ ) નું પ્રમાણ ઓછુંં કરે છે.

the benefit of organic farming



જૈવિક ખેતીની પધ્ધતિ રાસાયણિક ખેતીની તુલનામાં બરાબર અથવા વધુ ઉત્પાદન આપે છે, એટલે કે જૈવિક ખેતી જમીનની ફળદ્રુપતા, ખેડૂતોની ઉપજ અને આવક વધારવા સમ્પુર્ણ સહાયક છે.

વરસાદ આધારિત ક્ષેત્રોમાં જૈવિક ખેતી પધ્ધતિ અધિક લાભદાયક રહે છે, આ પધ્ધતિ દ્વારા ખેતી કરવાથી ખેડૂતોને ઓછા મજુરી ખર્ચ, ખાતર‌‌‌-દવા ખર્ચ જેવા અન્ય કેટલાઓ ખર્ચા બચી જાય છે.

ખેડૂતોને જૈવિક પાકોના વધુમાં વધુ ભાવો મળે છે, તથા આંતર રાષ્ટ્રિય બજારમાં પોતાના શકભાજી પાકો અને અન્ય પાકો વેચી વધારે લાભો મેળવવાની અમુલ્ય તક મળે છે.

આધુનિક સમયમાં નિરંતર વધતી જન સંખ્યા, પર્યાવરણ પ્રદૂષણ, જમીન સંરક્ષણ અને માનવ સ્વાસ્થ્ય માટે જૈવિક ખેતીની રાહ અત્યંત લાભદાયક ગણાય છે, અને માનવ જીવનના સર્વાંગી વિકાસ માટે ખુબજ આવશ્યક છે કે પ્રાકૃતિક સંસાધન પ્રદૂષણ ના પામે, શુધ્ધ વાતાવરણ રહે એવં પૌષ્ટિક આહાર મળતો રહે, એના માટે આપણે જૈવિક ખેતીની કૃષિ પધ્ધતિઓ અપનાવવી પડશે, જે આપણા નૈસર્ગિક સંસાધનો અને માનવીય પર્યાવરણને પ્રદૂષિત કર્યા વગર સમસ્ત જનસમાજને ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ કરાવી સકશે તથા આપણને ખુશહાલ જીવન જીવવાની રાહ બતાવી સકશે.

કેટલાક ખુડૂતો તો જંતુનાશક દવાઓ ( Pesticide ) નો એટલો વપરાશ કરે છે કે ઉત્પાદન થયેલી શાકભાજી પોતાના પોતાના ઘરે પણ ઉપયોગમાં નથી લેતા મત્ર બજારમાં વેચતા હોય છે.

તો પછી શું કામ આપણે ખાવા લાયક શાકભાજી કે અન્ય પાકો ના ઉગાડિયે?
શું જૈવિક કે સજીવ ખેતી પધ્ધતિ ના અપનાવી શકીયે?

મિત્રો આજનું આર્ટીકલ "The Benefits of Organic Farming"  થી આપને ઘણી સારી માહિતી મળી છે, તો દરેક ખેડૂતો સુધી આ આર્ટીકલ પહોંચે માટે વધુ ને વધુ share કરો. આભર...


February 01, 2019

Information About Organic Farming (જૈવિક ખેતી વિશે માહિતી)

(Here is the all Information About Organic Farming like what is Organic Farming? why we do Organic Farming? how to do Organic Farming? and etc...)

હેલ્લો, ખેડૂત મિત્રો, Organic Farming (જૈવિક ખેતી) માં આપ સૌનુ હાર્દિક સ્વાગત છે, આજે હુ આપને Information About Organic Farming એટલે કે  જૈવિક ખેતી વિશે માહિતી આપિશ તો મિત્રો આપણે Organic Farming (જૈવિક ખેતી) શાં માટે કરવી જોઇયે એ વિશે પેહલા જાણી લઇયે,
Organic Farming



સંપુર્ણ વિશ્વમાં વધતી જતી જન સંખ્યા એક ગંભીર સમસ્યા છે, અને એ જન સંખ્યાના ભોજન વ્યવસ્થાને પહોંચી વળવા ખેડૂતો દ્વારા ખેતી માં વધુ ને વધુ ઉત્પાદન પ્રાપ્ત કરવા ની હોડ માં જાત‌‌‌‌‌‌‌‌‌‌‌‌-જાતના રાસાયણિક ખાતર, ઝેરી જંતુનશક-કીટનાશક દવાઓનો ઉપયોગ પ્રક્રુતિના જૈવિક અને અજૈવિક પ્રદાર્થોના વચ્ચે આદાન-પ્રદાન ના ચક્રને (ecological system) પ્રભાવિત કરે છે, જેનાથી જમીનની ઉત્પાદન શક્તિ અથવા ફળ્દ્રુપતા ઓછી થઈ જાય છે.

What is Organic Farming ? (જૈવિક ખેતી શું છે?)

 આ એક એવી પધ્ધતિ છે જેમાં રાસાયણિક ખાતર, કીટનાશક અને નીંદામણ-નાશક ના સ્થાન પર જીવાંશ ખાતરના પોષક તત્વો (છાંણીયુ ખાતર,કંપોસ્ટ ખાતર, લીલું ખાતર, જીવાણું કલ્ચર,જૈવિક ખાતર, વગેરે...) અને બાયો-પૈસ્ટીસાઇડ નો ઉપયોગ કરવામા આવે છે, એનાથી જ માત્ર જમીનની ઉત્પાદન શક્તિ લાંબા સમય સુધી ટકી રહે છે. પર્યાવરણનું પ્રદૂષણ અટકે છે અને કૃષિ ખર્ચને ઘટાડે છે તથા જમિનની ઉત્પાદન શક્તિ વધવાથી ખેડૂતોને અધિક લાભ મળે છે.
ભારતમાં ગ્રામીણ અર્થવ્યવશ્થા નો મુખ્ય આધાર ખેતી છે અને ખેડૂતોની મુખ્ય આવકનુ સાધન પણ ખેતી છે, હરિયાળી ક્રાંતિના સમયથી વધતી જતી જનસંખ્યા, મોંઘવરી અને આવકને ધ્યાનમાં લઈ ખેડૂતોએ ઉત્પાદન વધારવું જરૂરી છે પણ વધુ ઉત્પાદન માટે વધારે ને વધારે રાસાયણિક ખાતર અને દવાઓના ઉપયોગથી જમીન, જળ, વાયુ અને વાતાવરણમાં પ્રદૂષણ વધ્યું છે, સાથે સાથે ખાદ્ય પ્રદાર્થો ઝેરીલા બન્યા છે, ખેડૂતો દેવાદાર બની ગયા છે, એટલે જ તો ઉપરોક્ત સમસ્યાના નિવારણ માટે છેલ્લા કેટ્લાક વરસોથી નિરંતર ટકાઉ ખેતી કરવાની ભલામણ કરવામાં આવી છે અને એક વિશેષ ખેતી પધ્ધતિને અપનાવાની સલાહ આપવામાં આવી છે જેને આપણે  Organic Farming (જૈવિક ખેતી)  કહીયે છીયે.
 Organic Farming


Organic Farming (જૈવિક ખેતી) : આ એક સદાબહાર કૃષિ પધ્ધતિ છે, જે પર્યાવરણની શુધ્ધતા, જળ અને વાયુની શુધ્ધતા, ભૂમિનુ પ્રાકૃતિક સ્વરૂપ એટલે કે ભુમિની ફળદ્રુપતા જાળવી રાખે છે, તથા જમીનની જળ ધારણ કરવાની શક્તિ વધારે છે, અને ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવાની, લાંબા સમય સુધી ઉત્તમ ગુણવત્તા યુક્ત પાક મેળવવાની, પરંપરાગત સરળ પધ્ધતિ છે.

ભારત સરકાર પણ ખેડૂત મીત્રોને કેટલાક વરસોથી જૈવિક ખેતી અપનાવવા પ્રચાર કરી રહી છે. 

તો ખેડૂત મિત્રો આશા રાખુ કે તમને  "Information About Organic Farming" આર્ટિકલ ગમ્યું હશે તો please share કરો.
       

Vermicompost અળસિયાનુ ખાતર, બનાવવાની પધ્ધતિ અને ફાયદા

Vermicompost અળસિયાનુ ખાતર આ ખાતર પોષણ પ્રદાર્થોથી ભરપુર એક ઉત્તમ જૈવિક ખાતર છે, જે અળસિયા અને અન્ય જંતુઓ દ્વારા વનસ્પતિઓના કચરા, ભોજન...