March 05, 2019

Vermicompost અળસિયાનુ ખાતર, બનાવવાની પધ્ધતિ અને ફાયદા


Vermicompost અળસિયાનુ ખાતર

આ ખાતર પોષણ પ્રદાર્થોથી ભરપુર એક ઉત્તમ જૈવિક ખાતર છે, જે અળસિયા અને અન્ય જંતુઓ દ્વારા વનસ્પતિઓના કચરા, ભોજનના કચરા વગેરેને વિઘટીટ (Decomposition) કરીને બનાવવામાં આવે છે. Vermicompost  (અળસિયાનુ ખાતર) દુર્ગંધ રહિત હોય છે, અને તેનાથી માખી અને મચ્છરનો ઉપદ્રવ વઘતો નથી, વાતાવરણ પ્રદુષિત થતુ નથી.
Vermicompost  અળસિયાનુ ખાતર, બનાવવાની પધ્ધતિ અને ફાયદા


Vermicompost  અળસિયાનુ ખાતર બનાવવાની પધ્ધતિ

સૌપ્રથમ જમીનની ઉપર ૧૦૦ ચોરસ ફુટ જેટલો નર્સરી બેડ તૈયાર કરવામાં આવે છે, બેડને લાકડીની મદદથી હલકા હાથે ટીપી સમતલ અને મજબુત બનાવવામાં આવે છે.

આ નર્સરી બેડ ઉપર ૩-૫ ઇંચ રેતી અથવા કપચીનો થર પાથરી દેવામાં આવે છે.

ત્યાર બાદ ૬ ઇંચ જેટલો જાડો ચીકણી માટીનો એક થર બનાવવામાં આવે છે. ચીકણી માટીની જગ્યા પર કાળી માટીમાં પથ્થરનો પાવડર મિક્ષ કરવો.

આની ઉપર સહેલાઇથી કોહવાઇ શકે એવા સેંદ્રિય પ્રદાર્થ જેવાકે નાળિયેરના છોતરાં, શેરડીના પાન કે પતારી, જૂવારના પાન અને ડાળી વગેરેની પરત બનાવવી.

છાંણનો ૩-૫ ઇંચ થર બનાવવો અને અળસિયા નાંખવા.

ત્યાર બાદ પાંદડા, કચરો વગેરેનો ૮-૧૦ ઇંચ થર પથરવો અને તાડપત્રી કે કંતાનથી ઢાંકી દેવું.

જરૂરીયાત પ્રમાણે તાડપત્રી કે કંતાન ઉપર રોજેરોજ પાણી છાંટવું જેનાથી પુરતો ભેજ બની રહે, ધ્યાન રહે, અધિક ભેજથી હવાની અવર જવર અટકી જાય અળસિયા અને અન્ય સુક્ષ્મ જીવો યોગ્ય કાર્ય ન કરી શકે અથવા મરી શકે છે.

નર્સરી બેડનું તાપમાન ૨૫ થી ૩૦ ડિગ્રી સેં. હોવું જરૂરી છે.

બેડમાં રહેલું ખાતર કડક થઈ જાય તો એને થોડા થોડા સમયે તોડતુ રહેવું અને અઠવાડિયામાં એક વાર નર્સરી બેડનો કચરો પલટાવી દેવો.

૩૦ દિવસ બાદ નાના નાના અળસિયા દેખવાની શરૂઆત થઈ જશે.

૩૧માં દિવસે આ બેડ પર સુકો કચરો, લીલો કચરો કે અન્ય ભોજન કચરો નાંખી ૨-૩ ઇંચ પરત બનાવી એની ઉપર હલકું પાણી છાંટી એને નમ કરો.

એના પછી અઠવાડિયામાં બે વાર કચરાના થર ઉપર બીજો થર પાથરો અને પાણીનો છંટકાવ કરવો.
૩ થી ૪ કચરના થર બનાવ્યા પછી એને પલટાવી દેવું અને ભેજ જાળવી રાખવો.

૪૨ દિવસ પછી પાણીનો છંટકાવ બંધ કરવો.

આ પધ્ધતિમાથી દોઢ મહિનામાં ખાતર તૈયાર થઈ જાય છે, આ ખાતર, ચા ના પાવડર જેવું દેખાય છે તથા માટી જેવી ગંધ આવે છે.

ખાતર તૈયાર થઈ જાય પછી ખાતરના નાના નાના ઢગલા કરી દેવા જેથી અળસિયા ખાતરના નિચલા ભાગમાં રહી જાય.

ખાતર હાથ વડે જ અલગ કરવું, કોદળી, પાવડો કે ખુરપીનો ઉપયોગ ના કરવો.

અળસિયની સંખ્યા વધી ગઈ હોઇ તો અડધા અળસિયાથી પુન: એજ પ્રક્રિયા કરવી અને બાકીના અળસિયાથી નવો નર્સરી બેડ તૈયાર કરવો. આ પ્રકારે ૫૦ થી ૬૦ દિવસ પછી અળસિયાની સંખ્યા અનુસાર એક બે નવા બેડ બનાવી શકાય, અને વધુ માત્રામાં ખાતર મેળવી શકાય છે.

નર્સરી બેડને વધુ તાપ અને વરસાદથી બચાવવા ઘાસનો કે અન્ય શેડ બનાવવો જરૂરી છે.

Vermicompost  અળસિયાનુ ખાતર, બનાવવાની પધ્ધતિ અને ફાયદા

  Vermicompost અળસિયાનુ ખાતરના ફાયદા


  • અળસિયાના ખાતરથી  જામીનની ગુણવત્તામાં સુધાર આવે છે.
  • જમીનની અંદર અ‍ળસિયા અને સુક્ષ્મ જીવો સક્રિય રહે છે.
  • આ ખાતર દુર્ગંધ રહિત હોવાથી વાતાવરણ સ્વસ્થ રહે છે.
  • ૧૦૦ ચો. ફુટના નર્સરી બેડમાં ૧ ટન ખાતર પ્રાપ્ત થાય છે.
  • મત્ર ૨ ટન ખાતર એક હેક્ટર જમીન માટે પુરતું છે.
  • સિંચાઈ અંતરાલમાં વૃધ્ધિ થાય છે.
  • કચરાનો ઉપયોગ ખાતર બનાવવા માટે થતો હોવાથી બિમારીઓ ઓછી થાય છે.

Vermicompost  અળસિયાનુ ખાતર, બનાવવાની પધ્ધતિ અને ફાયદા

Vermicompost અળસિયાનુ ખાતર બનાવવા તથા વપરાશ માટેની સાવધાનીઓ

ખાતર બનાવવા માટે કચરામાંથી કાંચ, પથ્થર, કે કોઇ ધાતુના ટુકડા અલગ કરવા જરૂરી છે.
આ ખાતર જમીનમાં નાખ્યા પછી રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ કરવો નહિ.
અળસિયાને નિયમીત સારા પ્રકારનો સેંદ્રિય પ્રદાર્થ આપવો જરૂરી છે.
અળસિયા કાર્યશીલ રહે તે માટે જમીનમાં ભેજ રખવો.

આજનું આર્ટીકલ ( Vermicompost  અળસિયાનુ ખાતર, બનાવવાની પધ્ધતિ અને ફાયદા ) માંથી આપને યોગ્ય માહિતી મળી છે તો please આર્ટીકલને share કરો અને દરેક ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડો, આપની કોઇ સલાહ કે સમસ્યા હોઇ તો આર્ટીકલની નિચે Post a comment બોક્ષમાં જઈ comment કરો.
                                                                                                                                    - THANK YOU

No comments:

Post a Comment

Vermicompost અળસિયાનુ ખાતર, બનાવવાની પધ્ધતિ અને ફાયદા

Vermicompost અળસિયાનુ ખાતર આ ખાતર પોષણ પ્રદાર્થોથી ભરપુર એક ઉત્તમ જૈવિક ખાતર છે, જે અળસિયા અને અન્ય જંતુઓ દ્વારા વનસ્પતિઓના કચરા, ભોજન...