February 21, 2019

Green Manure એટલે કે લીલો પડવાશ, લીલું ખાતર

Green Manure એટલે કે લીલો પડવાશ, લીલું ખાતર શું છે, તેને ઉગાડવાની પધ્ધતિ અને ફાયદા વિશે આજે માહિતી મેળવીશું. 

ભારત ખેતી પ્રધાન દેશ છે, દેશમાં ખેતી ને પોતાની આજીવીકા બનાવનાર નાના-મોટા ખેડૂતો છે,  પરંતુ નાના ખેડૂતો માટે છાણિયું ખાતર કે Organic fertilizer , Bio fertilizer ખરીદવું મુશ્કેલ બની જાય છે, તો તેમના માટે આ લીલું ખાતર આશિર્વાદ રૂપ છે.
Green Manure, લીલો પડવાશ, લીલું ખાતર


લીલું ખાતર, લીલો પડવાશ એટલે એક સહાયક પાક છે, જેનો ઉપયોગ મુખ્યત્વે જમીનમાં પોષક તત્વો મેળવવા થાય છે, દાખલા તરીકે, શણ કે શણબું (Crotalaria juncea , sunn hemp), ઢીંઢણ (Sesbania bispinosa), મગ, અડદ, ગુવાર, વગેરે નો પાક કરવામાં આવે છે.

આવા પાકો ઓછા સમયમાં વધુ વૃધ્ધિ પામે છે, તેમના પાંદડા વધુ સંખ્યામાં હોય અને વજનદાર હોય છે, આ પાકોને ઓછા પાણી અને નહિવત ખાતરની જરૂર હોય છે, જેનાથી ઓછા ખર્ચમાં વધુ કાર્બનિક પ્રદાર્થ મેળવી શકાય અને તેમના મુળમાં છોડ માટે અત્યંત જરૂરી એવા નાઇટ્રોજન ને વાતાવરણમાંથી જમીનમાં સ્થિર કરવા વાળા જીવાણુ મળી આવે છે.

Green Manure  એટલે કે લીલો પડવાશ, લીલું ખાતરની (ઉપરોક્ત પાકો ઉગાડવાની) પધ્ધતિ


આવા પાકોના બીજ ભેજ વાળી જમીનમાં વાવવામાં આવે છે, અથવા ભેજ ના હોય તો બીજને હલકું પ્રમણ સર પાણી આપવામાં આવે છે, પાક ઉગ્યા પછી ૪૫ થી ૬૦ દિવસ દરમ્યાન રોટાવેટર કે અન્ય જમીન‌-પલટ યંત્ર દ્વારા પાકનો ભુકો કરી જમીનમાં ૬ થી ૧૦ ઇંચની ઉંડાઇ સુધી પલટાવી દેવામાં આવે છે, પલટાવેલી જમીનમાંથી તુરંત કર્બનિક પ્રદાર્થ મળતા નથી પરંતુ એને સડવા દેવામાં આવે છે, અને પાકને વધુ સમય બાદ પલટાવવામાં આવે તો પાકમાં રેશા વધારે થઇ જવાથી સડવા કે કોહવામાં વધારે સમય લાગી જાય છે.

જમાનમાં પલટાવેલા પાકને સડાવવા કે કોહવા માટે ખેતરમાં પાણી ભરવામાં આવે છે અને એ સડી ગયા પછી લીલો પડવાશ કે લીલું ખાતર તૈયાર થઇ જાય છે.

Green Manure  એટલે કે લીલો પડવાશ, લીલું ખાતરના કાયદા

  • લીલો પડવાશના ઉપયોગથી જમીનમાં વાયુ-સંચાર, જલધારણ ક્ષમતા વધે છે, માટી પોચી અને ગગરી બને છે.
  • જમીનમાં સુક્ષ્મ જીવોની સંખ્યા અને સુક્ષ્મ જીવોની કર્યક્ષમતા વધે છે, તથા જમીનની ઉત્પાદન શક્તિમાં વૃધ્ધિ થાય છે.
  • લીલો પડવાશ માત્ર નાઇટ્રોજન અને કાર્બનિક પ્રદર્થોનુ સાધન નથી, પરંતુ જમીનમાં કેટલાય અન્ય આવશ્યક પોષક તત્વો ભરપુર માત્રામાં મળી આવે છે.
  • જમીનમાં માટીજન્ય રોગોમાં ઘટાડો થાય તથા રસાયણિક ખાતરનો ખર્ચ બચે છે.
  • લીલો પડવશ કે લીલું ખાતર ઓછા પાણી અને ઓછા પાક સંરક્ષણ હેઠળ તૈયાર થઇ જાય છે.
  • થોડા સમયમાં વધુ માત્રામાં વાયુમંડલીય નાઇટ્રોજનનુ જમીનમાં સ્થિતિકરણ કરે છે. 
  • લીલો પડવાશ પછી જમીનમાં અનાજની વાવણી અત્યંત લાભદાયી રહે છે.


ખેડૂત મિત્રો આજનું આર્ટીકલ ("Green Manure એટલે કે લીલો પડવાશ, લીલું ખાતર")    please share કરો અને તમારા મનમાં કોઇ પ્રશ્ન હોઇ તો comment કરો તમારા પ્રશ્નનું નિરાકરણ કરવા માટે આર્ટીકલ લખવામાં આવશે.

No comments:

Post a Comment

Vermicompost અળસિયાનુ ખાતર, બનાવવાની પધ્ધતિ અને ફાયદા

Vermicompost અળસિયાનુ ખાતર આ ખાતર પોષણ પ્રદાર્થોથી ભરપુર એક ઉત્તમ જૈવિક ખાતર છે, જે અળસિયા અને અન્ય જંતુઓ દ્વારા વનસ્પતિઓના કચરા, ભોજન...